ખોડલધામના નરેશ કરાવશે હાર્દિકના પારણાં, PAAS અને સરકારે મધ્યસ્થી સ્વીકારી, કાલે મિટિંગ
- Satrangi Samachar
- Sep 7, 2018
- 1 min read

આજે નરેશ પટેલે એક નિવેનદમાં જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે મધ્યસ્થી બનવા તૈયાર છું. તો બીજી બાજુ સરકાર અને પાસએ નરેશ પટેલની મધ્યસ્થી સ્વીકારી છે. અને સમગ્ર મુદ્દે આવતીકાલે એટલે કે શુક્રવારે અમદાવાદ ખાતે બંન્ને પક્ષે મિટિંગ યોજાશે.
ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદાર સમાજને અનામત આપવા માટે હાર્દિક પટેલે ઉપવાસ શરૂ કર્યા છે. 13 દિવસ સુધી તેણે અન્ન લીધું નથી જેને લઇ ગુજરાતભરમાં તેને ટેકો મળી રહ્યો છે અને સરકારની ભીંસ વધતી જાય છે. ખોડલધામ સંસ્થાના મોભી નરેશ પટેલ મધ્યસ્થી બન્યા છે. નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો જરૂર મધ્યસ્થી બનીશ. ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી અને તેમની ટીમ પાસ અને સરકાર સાથે ચર્ચાઓ કરી રહી છે. બન્ને પક્ષ હા પડી છે. ત્યારે ચોક્કસ કહી શકાય છે, હાર્દિક પટેલના આંદોલનનો અંત આવી શકે છે.
Commentaires