હાર્દિકે કર્યો જળત્યાગ , હોસ્પિટલમાં દાખલ કરવાનું સરકારનું ષડયંત્રઃ PAAS
- Satrangi Samachar
- Sep 7, 2018
- 1 min read

હાર્દિક પટેલના ઉપવાસ મામલે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે, સૌપ્રથમ પાસના કન્વીનર મનોજ પનારાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે સરકાર હાર્દિકને હોસ્પિટલમાં મોકલવા ઇચ્છે છે. અમે આપેલા 24 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થયા છે આથી હાર્દિકે પાણીનો ત્યાગ કર્યો છે.
પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે અમે ગઇ કાલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે આજે પૂર્ણ થાય છે. હાર્દિક પટેલે જાહેર કર્યા પ્રમાણે જળત્યાગ કર્યો છે. અમને લાગી રહ્યું છે કે સરકાર હાર્દિકને હોસ્પિટલાઇઝ કરવા ઇચ્છે છે. 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી.
Comments