કોંગ્રેસ નેતાઓ CMને મળ્યાં, આવતીકાલથી 24 કલાક ઉપવાસ આંદોલન કરશે કોંગ્રેસ.
- Satrangi Samachar
- Sep 6, 2018
- 1 min read

ગુજરાત કોંગ્રેસના આગેવાનો મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો સીએમને મળ્યા હતા. જ્યારે બાકીના અન્ય કાર્યકર્તાઓને ઓફિસ બહાર જ રોકી દેવામાં આવ્યા હતા. સીએમ સાથે મુલાકાત બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જાહેરાત કરી કે ભાજપના અહંકાર સામે 24 કલાકનું ઉપવાસ આંદોલન કરશે.
મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ પરેશ ધાનાણીએ જણાવ્યું કે હાર્દિક પટેલ અને રાજ્યના ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ આવતીકાલ એટલે કે શુક્રવારથી 24 કલાક માટે ઉપવાસ આંદોલન કરશે. દરેક જિલ્લા સ્તરે નેતાઓ તથા કાર્યકરો આ ઉપવાસ આંદોલનમાં જોડાશે.
વિપક્ષના નેતાની આગેવાનીમાં કૉંગ્રેસના ધારાસભ્યો ગાંધીજીની પ્રતિમાને પ્રણામ કરી ચાલતા જ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે. હવે મધ્યસ્થી નહીં, સરકાર હાર્દિક અને આંદોલનકારીઓ સાથે સીધો સંવાદ કરે. ભાજપની સરકાર અહંકારમાં રાચે છે.
Commenti