ડીઝલ 50 રૂપિયા અને પેટ્રોલ 55 રૂપિયે લીટર મળશે: નીતિન ગડકરી
- Satrangi Samachar
- Sep 11, 2018
- 1 min read
Updated: Sep 12, 2018
ડીઝલ- પેટ્રોલની વધી રહેલ કિંમતના વિરોધમાં કોંગ્રેસે
સોમવારે ભારત બંધનું આહ્વાન કર્યું હતું. બંન્ને પાર્ટીઓએ પેટ્રોલિયમ
ઉત્પાદનોનાં વદારા મુદ્દે એક બીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે.
બીજી તરફ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મહત્વનું
નિવેદન આપ્યું જેના અનુસાર ટુંક જ સમયમાં દેશમાં ડીઝલ અને
પેટ્રોલની કિંમતોમાં ઘટાડો આવશે. ગડકરીએ આ વાતો છત્તીસગઢ
મુલાકાત પર દુર્ગમાં કહ્યું. ગડકરીએ કહ્યું કે, પેટ્રોલિયમ મંત્રાલયે
દેશમાં 5 ઇથેનોલ નિર્માણ પ્લાન્ટ લગાવવાની તૈયારી ચાલી રહી છે.
ઇથેનોલ લાગડાના ઉત્પાદન અને કચરાથી ઉત્પાદીત કરવામાં
આવશે. ડીઝલ 50 રૂપિયા અને પેટ્રોલ 55 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
ઇલેક્ટ્રિક વાહનોનાં ઉત્પાદન વધારવાનું મહત્વ
અગાઉ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રવિવારે દિલ્હીમાં
કહ્યું હતુ કે, દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારવા તથા
આગામી પાંચ વર્ષમાં કુલ વાહનોમાં તેની ભાગીદારી 15 ટકા કરવા
માટે યોજના તૈયાર કરી દેવામાં આવી છે. તેમણે છૂટની જરૂરિયાતા
નહી હોવાની વાત કરતા મારા મંત્રાલયે બિન આર્થિક પ્રોત્સાહનો.
દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને સમર્થન કરવા માટેની વિસ્તૃત યોજના તૈયાર
કરી છે. ગડકરીએ કહ્યું કે આ વાહનોની વધતી માંગમાં તેની કિંમતોમાં
સ્વત: ઘટાડો આવશે. સરકાર પણ તેના માટે અનુકુળ ધારભૂતા
સંરચના તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છે.
આંધ્રપ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ 2 રૂપિયા સસ્તુ
બીજી તરફ ઇંધણની કિંમતોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે.
આંધ્રપ્રદેશે સોમવારે પેટ્રોલ તથા ડીઝલ પર કરમાંબે રૂપિયા.
ઘટાડવાની જાહેરાત કરી. મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડૂએ રાજ્ય
વિધાનસભામાં કર ઘટાડાની જાહેરાત કરી.
Comments